વાંચન, પુસ્તક અને એવું બધું...
ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખક શ્રી ગુણવંત શાહએ ક્યાંક કહ્યું છે કે, 'જો તમે ભણેલા છો અને પુસ્તકો નથી વાંચતાં તો તમારા અને અભણ માણસ વચ્ચે બહુ વધારે ફર્ક નથી'. આ વિચાર સાથે હું સંપૂર્ણ પણે સહમત છું. હું માનું છું કે દરેક મા-બાપ અને શિક્ષકોની એ ફરજ છે કે તેઓ બાળકોમાં વાંચન પ્રત્યેની રુચિ જગાડે. અને આવું કરવામાં જ બાળકનું હિત રહેલું છે. એકવાર કોઈને વાંચનનો ચસ્કો લાગ્યો તો પછી તે દુનિયાભરનું જ્ઞાન પુસ્તકો વાંચીને જાતે જ લઈ શકશે. મારામાં રહેલા પુસ્તક પ્રેમ માટે હું મારાં મા-બાપ / શિક્ષકો નો આભારી છું. મે લગભગ દોઢેક વરસથી વાંચનનાં શોખને બ્રેક મારીને પ્રોગ્રામિંગનાં પ્રેમને પ્રાયોરિટી આપેલી. આખરે બે-એક મહિના પહેલાંથી ફરી પાછું વાંચવાનું ચાલું કર્યું છે. મારી વાંચન પ્રવૃતિ આ જગ્યાએ અપડેટ કરું છું. ક્યારેક સમય મળ્યે કોઈ પુસ્તકનો રિવ્યૂ પણ આપીશ. અત્યારે મારાં મનગમતા કેટલાક પુસ્તકોનો પરિચય... 1) માણસાઈનાં દીવા - ઝવેરચંદ મેઘાણી આઝાદીની ચળવળના સમયે શ્રી રવિશંકર મહારાજનો ગુજરાતનાં ચરોત્તર અને ખેડા પ્રદેશનાં સામાજિક વિકાસમાં મોટો ફાળો રહેલો છે. આદિવાસી અને ગામડાનાં માણસોને તેમન...