વાંચન, પુસ્તક અને એવું બધું...

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખક શ્રી ગુણવંત શાહએ ક્યાંક કહ્યું છે કે, 'જો તમે ભણેલા છો અને પુસ્તકો નથી વાંચતાં તો તમારા અને અભણ માણસ વચ્ચે બહુ વધારે ફર્ક નથી'.  આ વિચાર સાથે હું સંપૂર્ણ પણે સહમત છું.  હું માનું છું કે દરેક મા-બાપ અને શિક્ષકોની એ ફરજ છે કે તેઓ બાળકોમાં વાંચન પ્રત્યેની રુચિ જગાડે.  અને આવું કરવામાં જ બાળકનું હિત રહેલું છે. એકવાર કોઈને વાંચનનો ચસ્કો લાગ્યો તો પછી તે દુનિયાભરનું જ્ઞાન પુસ્તકો વાંચીને જાતે જ લઈ શકશે. મારામાં રહેલા પુસ્તક પ્રેમ માટે હું મારાં મા-બાપ / શિક્ષકો નો આભારી છું.

મે લગભગ દોઢેક વરસથી વાંચનનાં શોખને બ્રેક મારીને પ્રોગ્રામિંગનાં પ્રેમને પ્રાયોરિટી આપેલી. આખરે બે-એક મહિના પહેલાંથી ફરી પાછું વાંચવાનું ચાલું કર્યું છે. મારી વાંચન પ્રવૃતિ આ જગ્યાએ અપડેટ કરું છું. ક્યારેક સમય મળ્યે કોઈ પુસ્તકનો રિવ્યૂ પણ આપીશ.
અત્યારે મારાં મનગમતા કેટલાક પુસ્તકોનો પરિચય...

1) માણસાઈનાં દીવા - ઝવેરચંદ મેઘાણી

આઝાદીની ચળવળના સમયે શ્રી રવિશંકર મહારાજનો ગુજરાતનાં ચરોત્તર અને ખેડા પ્રદેશનાં સામાજિક વિકાસમાં મોટો ફાળો રહેલો છે. આદિવાસી અને ગામડાનાં માણસોને તેમની ભાષામાં સમજાવી તેઓને એક બહેતર જીન્દગી તરફ વાળવા, ગાંધીજીનાં વિચારોને એ લોકોના ગળે ઉતરે એવી રીતે તેમની સામે રજૂ કરીને તેમની પાસે આચરણ કરાવવું, આવા કાર્યો તેઓ ખુબ જ ખંત અને કુશળતાથી કરતાં.
એમણે પ્રોફેશનલ ચોર/લુંટારા ગણાતા પાટણવાડિયા લોકોના અંતરમાં પણ માણસાઈના દીવા પ્રગટી શકે છે, એવું દૃઢપણે માનીને તેનું આચરણ કરી બતાવેલું.
ઝવેરચંદ મેઘાણીએ આ પુસ્તકમાં શ્રી રવિશંકર મહારાજનાં કામ ને બહુ જ સરસ રીતે આલેખ્યું છે. પુસ્તકનાં શોખીન લોકો માટે એક 'મસ્ટ રીડ' બૂક.

2) ગાંધીગંગા (ભાગ 1 અને 2) - મહેન્દ્રભાઇ મેઘાણી (સંપાદક)

જો તમે વાત વાતમાં ગાંધીજીની ટીકા કરવાની ફેશન રાખતા હો (આજકાલ આ ફેશન યુવાનોમાં બહુ પ્રચલિત છે), તો આ પુસ્તક તમારે વાંચવું રહ્યું. .જો તમે (મારી જેમ ) ઓલરેડી ગાંધીજીના ફૅન હો તો આ પુસ્તક તમને જરૂર ગમશે.  આ પુસ્તકમાં આઝાદીની લડત વખતે ગાંધીજીનાં સાથીદારો અને બીજા કેટલાક મહાનુભાવોએ લખેલાં ગાંધીજી સાથેનાં પ્રસંગો અને અનુભવોનો સરસ સંગ્રહ છે. ગાંધીજીનું વ્યક્તિત્વ અને વિચારસરણી સમજવાનો આ એક સહેલો રસ્તો હોઇ શકે.
બે ભાગ માં વહેચાયેલા આ પુસ્તક નું સંપાદન ગુજરાતનાં પ્રખ્યાત વાચક શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીએ કર્યું છે. 'અગેઇન અ મસ્ટ રીડ'  બૂક.

3) Delhi is not far - રસ્કીન બોન્ડ

એક પુસ્તક કેટલી હદે musical હોઈ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ. પુસ્તકના બધા પાત્રો આમ આદમી છે. દિલ્લીથી 300 માઇલ્સ દૂર એક નાનકડા ટાઉનમાં એક સ્ટ્રગલિંગ લેખક, એક સ્ટુડન્ટ, મંદિરે બેસતો ભિખારી, એક સાઇકલ રીક્ષાવાળો, એક હજામ, હજામનો અસિસ્ટંટ, અને એવા બીજા બધા પાત્રો. બધાનું એક જ સપનું છે. દિલ્લી જવાનું. આ બાબતે બધા જ આશાવાદી છે, જોકે બધાને ખબર છે કે તેઓ આ નગરને છોડીને ક્યાય નહીં જઈ શકે.
વાર્તામાં વર્ણવેલું 'પીપલનગર' ભારતના દરેક નગરનું પ્રતિનિધિત્વ કરે છે.  વાર્તાની સાથે સાથે પુસ્તકમાં કરેલું નગરના અલગ-અલગ પાસાઓનું વર્ણન ખુબ જ રસપ્રદ છે.
એક અદભૂત તૃપ્તિ નો અનુભવ થશે આ પુસ્તક વાંચીને. એક જ બેઠકે વંચાઇ જાય એવું પુસ્તક. વારંવાર વાંચવું ગમે એવું પુસ્તક.

4) ReadGujarati.com

ટેક્નિકલી આ કોઈ પુસ્તક નથી, પણ એક વેબસાઈટ છે. જે લોકો પાસે પુસ્તક વાંચવા/ખરીદવા માટે સમય/પૈસાનો અભાવ હોય તો આ એક સારો વિકલ્પ છે. અહી ગુજરાતીના કેટલાક બેસ્ટસેલર પુસ્તકોના અંશ, ગુજરાતના કેટલાક નવોદિત લેખકોની ફ્રેશ કૃતિઓ, અને ઘણું બધુ 'ફ્રી'માં ઉપલબ્ધ છે અને વળી બધી જ સામગ્રી Authentic સાહિત્ય જ હશે તેની ગેરેંટી.

તો હાથમાં લઈલો કોઈ પણ પુસ્તક અને ખોવાઈ જાવ એક better દુનિયામાં.
ઓકે ધેન, ગૂડ બાઇ ફોર નાઉ, સી યૂ ઓલ સૂન (લેટ્સ હોપ વેરી સૂન)..
જય હિન્દ.

પી.એસ,

વાંચન વિષે ઇન્ટરનેટ પર થી ટપકવેલા કેટલાક  (અંગ્રેજી) ક્વોટ્સ...
  • You know you’ve read a good book when you turn the last page and feel a little as if you have lost a friend.
  • There are worse crimes than burning books. One of them is not reading them.
  • That is a good book which is opened with expectation and closed with profit.
  • I can’t imagine a man really enjoying a book and reading it only once.
  • Books support us in our solitude and keep us from being a burden to ourselves.
  • A book is the only place in which you can examine a fragile thought without breaking it.


    Comments

    Popular posts from this blog

    એક છોટી સી ડવ સ્ટોરી...

    Ashram Evenings...

    Me and She