એક છોટી સી ડવ સ્ટોરી...

એ પરિન્દે યું અબકી ઊડા કર તું,
જા જલા સુરજ કો જા કે આસમાં પે તું,
એ પરિન્દે ભર ઐસી ઉડાને તું,
હર નજર યે તુઝસે પૂછે આગ ઇતની ક્યું,
ધૂલ ઊડા જાકે મંઝિલો પે યું,
કે ઇન હવાઓ સે તેરી યારી હૈ,
ઊડ જા અબ તેરી બારી હૈ...

જ્યારે હું ઓફિસ પરથી ઘેર પહોચ્યો, મને ખબર નહોતી કે ફિલ્મ ‘મેરી કોમ’નું આ પ્રેરણાદાયી ગીત થોડા જ સમયમાં મારા માટે સ્તુતિગીત બની જવાનું હતું. ચેંજ કરીને, ફ્રેશ થઈને જેવો મે પંખો ચાલુ કર્યો, રૂમના એક ખૂણામાંથી જાણે મારા આવવાની જ રાહ જોઈ રહ્યા હોય તેમ બે કબૂતર સડસડાટ ઊડ્યાં અને સીધા પંખામાં ભરાયા. સદભાગ્યે આ વખતે તો તેઓ બચી જવા પામ્યાં. ઝડપથી મે પંખો બંધ કર્યો અને તેમને બહાર હાંકી કાઢવા માટે રીતસરની કવાયત આદરી. ઘરના બધા બારી-બારણાં ખુલ્લા મૂકીને મે તેમને ઉડાડવાનું શરૂ કર્યું. પણ જાણે નીચું ઊડવાનું કબૂતર માટે શરમજનક હોય તેમ હંમેશા તેઓ ઊચે ઊડવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. સરવાળે તેઓ રૂમની બહાર નીકળવાને બદલે બારી-બારણાંના ઉપરના ભાગની દીવાલ સાથે અથડાતાં. માળીયા પરથી ઉડાડીએ તો પંખા પર બેસી જાય, ત્યાંથી ઉડાડીએ તો રસોડામાં પ્લેટફોર્મ પર ચડી જાય. પ્લેટફોર્મ પરથી ઉડાડીએ તો ફરીથી રૂમના માળીએ જઈને બેસે. આખરે વીસેક મિનિટની મહેનત કર્યા પછી મે પ્રયત્ન કરવાનું માંડી વાળ્યું.

બસ ખુદ કી સૂનતા બાતેં, 
નાદાની સે હૈ નાતે,
ઘૂર્રાતા આતે જાતે,
દિન કો કહતા યે રાતે,
દેખે હૈ આંખો મેં કિસ્મત કી આંખે ડાલે,
હવા કે કાનો મે જાકે કહે કિસ્મત પિદ્દી હૈ,
દિલ યે જિદ્દી હૈ....

પંખો બંધ હોવાને કારણે ગરમી તો થતી જ હતી. ને વળી એક કબૂતર જેવા તુચ્છ પ્રાણી સામે લડાઈ હારી જવાની નામોશી પણ એક બોજ બની ગઈ હતી. ફિલ્મ ‘મેરી કોમ’ના બીજા એક પ્રેરણાદાયી ગીતે મને ફરીથી યુદ્ધ પ્રારંભ કરવા તૈયાર કર્યો. અને સાવરણી લઈને મે સીઝ-ફાયરનું ઉલ્લંઘન કર્યું. આ વખતે મારો આત્મવિશ્વાસ સાતમા આસમાન પર હતો. અચાનક થયેલા હુમલાથી કબૂતરો એકદમ ગભરાઈ ગયા અને રૂમમાથી બહાર નીકળવાનાં ગંભીર પ્રયત્નો કરવા માંડ્યા. આ પ્રયત્નોમાં એક કબૂતરે સફળતા મેળવી. કબૂતરને આઝાદી મળી અને મારો અહમ પોષાયો કે મે તેને હાંકી કાઢ્યું. મારૂ પચાસ ટકા કામ પૂરું થયું હતું. મે થોડી વાર માટે આરામ કરવાનો નિર્ણય કર્યો.

મને પહેલેથી જ શંકા હતી કે બંને કબૂતર પ્રેમી પંખીડા હતાં. જેવુ એક કબૂતર આઝાદ થયું, બીજા કબૂતરએ પોતાની જાતે જ બહાર નીકળવાનાં પ્રયત્નો શરૂ કર્યા. આ વખતે પણ કબૂતર દીવાલ સાથે અથડાવા લાગ્યું. પણ આ વખતે મને તેના પર ગુસ્સો નહોતો આવતો. દયા આવતી હતી. 

ગીલા ગીલા બસ પાની પલકો મે રહ ગયા,
ધીરે ધીરે સપના વોહ આંખો સે બહ ગયા,
થોડા થોડા કર યાદે સારી ખો રહી,
તૂટા સા પલ એક હાથ મે રહ ગયા...

થોડી વાર પછી કબૂતરે પ્રયત્નો છોડી દીધાં. શાંતિથી રસોડાંમાં ટ્યૂબલાઇટ પાસે જઈને બેસી ગયું. તેની આ દશા જોઈને અચાનક મને મારી એકલતાનો ખ્યાલ આવ્યો. આખરે મારી હાલત પણ આ કબૂતર જેવી જ હતી ને. હું પણ એક અજાણી દુનિયામાં ફસાયેલા કબૂતર જેવો જ હતો જેને ઊંચે ઊડવાનો શોખ તો હતો પણ તેટલી ઊંચાઈ પર કોઈ મુક્તિ દ્વાર નહોતું. હવે મને કબૂતર પ્રત્યે જરાયે ચીડ નહોતી. હવે હું ઈચ્છતો હતો કે આ કબૂતર ક્યાય ન જાય. 

તેરી મે બલાએ લું,
તુજે મૈં દુઆએ દું,
તુજકો મૈં ખુશીયો કે સાયે દું...
ખ્વાબો કો સજાયે દું,
આંખો મે બસા હૈ તૂ,
તુજકો મે દું સબ જો ચાહે તૂ...
સારી રાત યે પહરા કરેં,
કહ દું ચાંદ તારો કો,
*ચાઓરો, ચાઓરો, ઇચા પારી ચાઓરો...

આમ જ રાત્રિનાં બાર વાગી ગયા હતાં. કબૂતર રસોડાંમાં સૂઈ ગયું હતું. મારાં ફોનમાં ફિલ્મ ‘મેરી કોમ’નું આ મીઠડું હાલરડું વાગી રહ્યું હતું. એ વખતે મારાં મનમાં આવતી કાલ માટે અનેક આશાઓ હતી. કદાચ સવારે કબૂતર અને હું બંને આઝાદ થઈ જવાના હતાં. થોડી વારમાં મને પણ નીંદ્રારાણીએ ઘેરી લીધો.



1. “ચાઓરો, ચાઓરો, ઇછા પારી ચાઓરો” – ચાઓરો એક મણિપૂરી શબ્દ છે જેનો અર્થ ‘પ્રગતિ કર’ (grow up) એવો થાય છે. “ચાઓરો, ચાઓરો, ઇચા પારી ચાઓરો” નો અર્થ, ‘પ્રગતિ કર, પ્રગતિ કર, મારાં દીકરા, પ્રગતિ કર’ એવો કરી શકાય. (http://www.bollymeaning.com/2014/08/chaoro-meaning-mary-kom.html)

Lyrics Credits: BollyMeaning

Comments

Post a Comment

Popular posts from this blog

Ashram Evenings...

વાંચન, પુસ્તક અને એવું બધું...