એક છોટી સી ડવ સ્ટોરી...
એ પરિન્દે યું અબકી ઊડા કર તું, જા જલા સુરજ કો જા કે આસમાં પે તું, એ પરિન્દે ભર ઐસી ઉડાને તું, હર નજર યે તુઝસે પૂછે આગ ઇતની ક્યું, ધૂલ ઊડા જાકે મંઝિલો પે યું, કે ઇન હવાઓ સે તેરી યારી હૈ, ઊડ જા અબ તેરી બારી હૈ... જ્યારે હું ઓફિસ પરથી ઘેર પહોચ્યો, મને ખબર નહોતી કે ફિલ્મ ‘મેરી કોમ’નું આ પ્રેરણાદાયી ગીત થોડા જ સમયમાં મારા માટે સ્તુતિગીત બની જવાનું હતું. ચેંજ કરીને, ફ્રેશ થઈને જેવો મે પંખો ચાલુ કર્યો, રૂમના એક ખૂણામાંથી જાણે મારા આવવાની જ રાહ જોઈ રહ્યા હોય તેમ બે કબૂતર સડસડાટ ઊડ્યાં અને સીધા પંખામાં ભરાયા. સદભાગ્યે આ વખતે તો તેઓ બચી જવા પામ્યાં. ઝડપથી મે પંખો બંધ કર્યો અને તેમને બહાર હાંકી કાઢવા માટે રીતસરની કવાયત આદરી. ઘરના બધા બારી-બારણાં ખુલ્લા મૂકીને મે તેમને ઉડાડવાનું શરૂ કર્યું. પણ જાણે નીચું ઊડવાનું કબૂતર માટે શરમજનક હોય તેમ હંમેશા તેઓ ઊચે ઊડવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. સરવાળે તેઓ રૂમની બહાર નીકળવાને બદલે બારી-બારણાંના ઉપરના ભાગની દીવાલ સાથે અથડાતાં. માળીયા પરથી ઉડાડીએ તો પંખા પર બેસી જાય, ત્યાંથી ઉડાડીએ તો રસોડામાં પ્લેટફોર્મ પર ચડી જાય. પ્લેટફોર્મ પરથી ઉડાડીએ તો ફરીથી ...