ધર્મની વ્યાખ્યા અને એવું બધુ...


ગાંધીજીનો એક પ્રખ્યાત વિચાર આજે ફરીથી નજર સામે આવી ગયો અને મને આ પોસ્ટ લખવાની પ્રેરણા મળી ગઈ. એ વિચાર કઇંક આવો છે.

I like your Christ, I do not like your Christians. Your Christians are so unlike your Christ.


ગાંધીજીએ કદાચ આ વાત ખ્રિસ્તીઓને સંબોધીને કહી હતી. અત્યારનાં સમય મુજબ હું આને વધારે વ્યાપક સંદર્ભમાં વિચારું છું. માત્ર ખ્રિસ્તીઓ નહીં, બધા જ ધર્મ માટે આ જ વાત લાગુ પડે છે. સમજવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ.
1)   વર્ષમાં ત્રણ વખત અલગ અલગ ધામોની યાત્રા કરનાર ધનિક પરિવારની સ્ત્રીઑને એકલા ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. જે ધર્મ વર્ષે ત્રણ વાર યાત્રા કરવાની ફરજ પાડે છે એ જ ધર્મ સ્ત્રીઓનું શોષણ કરવાની પરવાનગી આપે એવું હું માનતો નથી.
2)   દર અઠવાડિયે શનિવાર અને દર મહિને અગિયારસ રાખનાર વ્યક્તિ ક્રિકેટ મેચમાં સટ્ટો રમે છે. સટ્ટામાં જીતવા માટે માનતા માને છે. હવે જે ધર્મ નીતિમત્તા, પ્રમાણિક્તા અને સત્યનિષ્ઠાનાં પાઠ ભણાવે છે એ જ ધર્મ સટ્ટો રમવાની પરવાનગી પણ આપે એવો વિરોધાભાસ શા માટે?
3)   દીકરા લગ્ન વખતે દરેક મુહૂર્ત સાચવવાંની કાળજી લેનાર વડીલો લગ્ન પછી પુત્રવધૂ પર દહેજ માટે અત્યાચાર કરે છે. જો મુહૂર્ત સાચવવા એ ધર્મ છે તો શું દહેજ લેવા માટે દબાણ કરવું એ પણ ધર્મ છે?
આવા તો હજારો ઉદાહરણો છે આ સમાજમાં. શું કોઇ ધર્મ ચોરી/લૂંટફાટ કરવાની પ્રેરણા આપે છે? શું કોઈ ધર્મ ગુંડાગીરી કે છેતરપીંડી શીખવાડે છે? શું જેલમાં સજા પામેલા તમામ ગુનેગારો નાસ્તિક જ છે?

ધર્મનો મુખ્ય હેતુ લોકોની જિંદગીને સાચી રાહ તરફ વાળવાનો હોવો જોઈએ.  ધર્મનો મુખ્ય ઉદેશ્ય લોકોમાં સદગુણ કેળવવાનો હોવો જોઈએ. જો અમુક નાસ્તિકો તમામ સદગુણોનું આચરણ કરતાં હોય અને અમુક ધાર્મિક લોકો દુર્ગુણો કેળવતા હોય તો શું ધર્મની કઈ અસર ખરી? જો ધર્મ બેઅસર હોય તો એની કઈ જરૂર ખરી?

જો કોઈ વ્યક્તિ નિયમિત મંદિરે જતો હોવા છતાં ચોરી કરે છે તો શું એનો મતલબ એમ થાય કે હિન્દુ ધર્મ તેને ચોરી કરતાં શીખવાડે છે? જો કોઈ મુસલમાન હજયાત્રા કરીને પણ લોકો ને છેતરતો હોય તો એનો મતલબ છે મુસલમાન ધર્મ છેતરપિંડી શીખવાડે છે? જો કોઈ બંદો દર રવિવારે ચર્ચ જતો હોય અને કોઈનું ખૂન કરે છે તો શું જિસસ એને ખૂન કરવાની પ્રેરણા આપે છે? જો આ બધા સવાલોનો જવાબ ના હોય તો શું આને બધા ધર્મની નિષ્ફળતા ન ગણવી જોઈએ? જો લોકોએ ધર્મની પરિધારણા સમજવામાં ભૂલ કરી હોય તો એજ પરિધારણાને વળગી રહેવું હજુ જરૂરી છે?

આજનો સમય ધર્મની નવી વ્યાખ્યા માગે છે. એક એવી વ્યાખ્યા જે લોકોના ધર્મ પરથી લોકોનો સ્વભાવ અને વર્તનનો ખ્યાલ આપે. જેમકે પેલા ભાઈનો ધર્મ ફલાણો છે તો એમનામાં આટલા આટલા સદગુણ હોવા જોઈએ. જો આવું શક્ય બની શકે તો અને તોજ ધર્મનું સમાજમાં કઈક યોગદાન છે એમ માની શકાય. ત્યા સુધી બધા જ ધર્મ નકામાં છે.


Comments

  1. હકીકત માં માણસે તો ધર્મ નો ઉપયોગ જ પોતાના ફાયદા માટે કર્યો છે. ધર્મના નામે પોતાને લાભ થાય એવા નિયમો બનાવ્યા રાખે છે અને વળી આવા નિયમો બનાવવા માટે ધર્મગુરુઓ પણ નીમેલા છે.

    ReplyDelete
    Replies
    1. Indeed. People often focus on the wrong aspects of religion. they always follow the unnecessary/illogical things like rituals while most of people compromise more important things like truth,honesty,love etc...

      Delete

Post a Comment

Popular posts from this blog

એક છોટી સી ડવ સ્ટોરી...

Ashram Evenings...

વાંચન, પુસ્તક અને એવું બધું...