Posts

Showing posts with the label General views

ધર્મની વ્યાખ્યા અને એવું બધુ...

ગાંધીજીનો એક પ્રખ્યાત વિચાર આજે ફરીથી નજર સામે આવી ગયો અને મને આ પોસ્ટ લખવાની પ્રેરણા મળી ગઈ. એ વિચાર કઇંક આવો છે. I like your Christ, I do not like your Christians. Your Christians are so unlike your Christ. ગાંધીજીએ કદાચ આ વાત ખ્રિસ્તીઓને સંબોધીને કહી હતી. અત્યારનાં સમય મુજબ હું આને વધારે વ્યાપક સંદર્ભમાં વિચારું છું. માત્ર ખ્રિસ્તીઓ નહીં , બધા જ ધર્મ માટે આ જ વાત લાગુ પડે છે. સમજવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ. 1)    વર્ષમાં ત્રણ વખત અલગ અલગ ધામોની યાત્રા કરનાર ધનિક પરિવારની સ્ત્રીઑને એકલા ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. જે ધર્મ વર્ષે ત્રણ વાર યાત્રા કરવાની ફરજ પાડે છે એ જ ધર્મ સ્ત્રીઓનું શોષણ કરવાની પરવાનગી આપે એવું હું માનતો નથી. 2)    દર અઠવાડિયે શનિવાર અને દર મહિને અગિયારસ રાખનાર વ્યક્તિ ક્રિકેટ મેચમાં સટ્ટો રમે છે. સટ્ટામાં જીતવા માટે માનતા માને છે. હવે જે ધર્મ નીતિમત્તા , પ્રમાણિક્તા અને સત્યનિષ્ઠાનાં પાઠ ભણાવે છે એ જ ધર્મ સટ્ટો રમવાની પરવાનગી પણ આપે એવો વિરોધાભાસ શા માટે ? 3)    દીકરા લગ્ન વખતે દરેક મુહૂર્ત સાચવવાંની કાળજી લેનાર વડી...

વાંચન, પુસ્તક અને એવું બધું...

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખક શ્રી ગુણવંત શાહએ ક્યાંક કહ્યું છે કે, 'જો તમે ભણેલા છો અને પુસ્તકો નથી વાંચતાં તો તમારા અને અભણ માણસ વચ્ચે બહુ વધારે ફર્ક નથી'.  આ વિચાર સાથે હું સંપૂર્ણ પણે સહમત છું.  હું માનું છું કે દરેક મા-બાપ અને શિક્ષકોની એ ફરજ છે કે તેઓ બાળકોમાં વાંચન પ્રત્યેની રુચિ જગાડે.  અને આવું કરવામાં જ બાળકનું હિત રહેલું છે. એકવાર કોઈને વાંચનનો ચસ્કો લાગ્યો તો પછી તે દુનિયાભરનું જ્ઞાન પુસ્તકો વાંચીને જાતે જ લઈ શકશે. મારામાં રહેલા પુસ્તક પ્રેમ માટે હું મારાં મા-બાપ / શિક્ષકો નો આભારી છું. મે લગભગ દોઢેક વરસથી વાંચનનાં શોખને બ્રેક મારીને પ્રોગ્રામિંગનાં પ્રેમને પ્રાયોરિટી આપેલી. આખરે બે-એક મહિના પહેલાંથી ફરી પાછું વાંચવાનું ચાલું કર્યું છે. મારી વાંચન પ્રવૃતિ આ જગ્યાએ અપડેટ કરું છું. ક્યારેક સમય મળ્યે કોઈ પુસ્તકનો રિવ્યૂ પણ આપીશ. અત્યારે મારાં મનગમતા કેટલાક પુસ્તકોનો પરિચય... 1) માણસાઈનાં દીવા - ઝવેરચંદ મેઘાણી આઝાદીની ચળવળના સમયે શ્રી રવિશંકર મહારાજનો ગુજરાતનાં ચરોત્તર અને ખેડા પ્રદેશનાં સામાજિક વિકાસમાં મોટો ફાળો રહેલો છે. આદિવાસી અને ગામડાનાં માણસોને તેમન...