Posts

Showing posts with the label Movie views

(ત્રીજી પોસ્ટ, ) બૉલીવૂડ સંગીત અને એવું બધું...

બે-એક વર્ષ પહેલા શરૂ કરેલા બ્લોગ અભિયાન " યુવાગીરી " નું માત્ર બે પોસ્ટ પછી બાળમરણ (જેવું) થયેલું. એટલે આ વખતે તો મનમાં ગાંઠ વાળેલી કે ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ સુધી તો પહોચવું જ. પહેલી બે પોસ્ટ પછી એવી હાલત હતી કે જાણે મગજ બહેર મારી ગયું હોય. કોઈ વિચાર જ નહોતા આવતા. પણ પોલો કોએલોએ એલકેમિસ્ટ માં લખ્યું છે તેમ, 'જો કોઈ વસ્તુ ને તમે દિલથી ચાહો તો આખી સૃષ્ટિના પરિબળો તે વસ્તુ મેળવવામાં તમારી મદદે આવી જાય છે' :P,  તો આ રહી મારી "ત્રીજી" પોસ્ટ.... આમ તો અત્યારે પણ કઈ ખાસ વિચારો નથી આવતા પણ ત્રણ પોસ્ટનો બાંધી રાખેલો ટારગેટ અચીવ કરવો જરૂરી લાગતો હતો એટલે સમય મળતા જ બેસી ગયો. હમણાં મારા ફોનમાં નેવુંના દસકાનાં ગીતો ચાલે છે ( આ પ્લેલિસ્ટ નું નામ મે "Nervous 90's" રાખ્યું છે.) અને હું તેમને ખૂબ એન્જોય કરી રહ્યો છું. આજનાં ગીતો સાથે સરખામણી કરીએ તો થોડા વરસોમાં લોકોનો ટેસ્ટ ખાસ્સો એવો બદલાયો છે. 90's નાં ગીતોમાં અજબ ચુંબકત્વ છે. આ ગીતોને સાંભળીને ઘણી વખત સપનામાં ખોવાઈ જવાય છે. લગભગ દરેક લોકોએ આ અનુભવ કર્યો જ હશે. રોમેન્ટીક ગીત સાંભળતા સાંભળતા કોઈ સ...

ફિલ્મ હિમ્મતવાલાનું ટ્રેલર અને એવું બધું...

તમન્ના ભાટિયાને રૂબરૂમાં (ઓફકોર્સ સ્ક્રીન પર) જોવા જવાની જે થોડીઘણી ઈચ્છા થઈ હતી તે ફિલ્મનું ટ્રેલર જોયા પછી મરી ગઈ. આખા ટ્રેલર માં અજય દેવગણને અન-રિયાલીસ્ટિક ફાઇટ કરતો બતાવવામાં આવ્યો છે. અને જાણે અધૂરું રહી જતું હોય તેમ છેલ્લા સીનમાં તો આખું ગાડું ઉપાડીને ગુંડાને મારતો બતાવ્યો છે. (કોઈને ગાડાએ ગાડાએ મારવાની ધમકી આપી હોય તો કેવું લાગે !! :P ) જ્યારથી બોલીવુડમાં સાઉથની ફિલ્મોનો ટ્રેન્ડ જોર પર છે ત્યારથી જાણે ક્રીએટિવિટિ મરી પરવારી હોય એવું લાગે છે (જોકે, તાજેતરમાં આવેલી સાઉથ ની ફિલ્મ વિશ્વરૂપમ જેવી ફિલ્મ બનાવતા બોલિવૂડને દશકાઓ લાગી જશે). સલમાન ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર જેવા ઉચ્ચ કક્ષાના કલાકારોએ સાથે મળીને સતત એક જ થીમ બેઝ્ડ ફિલ્મોનો મારો ચલાવ્યો છે. અને આવી ફિલ્મોથી તે આમ જનતાનું દિલ જીતવામાં ખાસ્સા સફળ પણ રહ્યા છે. જોકે (થોડીક વધારે ) ઇંટેલીજેન્ટ ઓડિયન્સને પણ ક્યારેય ફિલ્મોની ઉણપ નથી થતી. છેલ્લા વર્ષમાં આવેલી ધણી હિટ નીવડેલી ફીલ્મો ક્રિએટિવલી પણ સ્ટ્રોંગ હતી. જેમકે બરફી, તલાશ, કહાની, ગેંગ્સ ઓફ વાસેપુર (1 & 2), ચક્રવ્યૂહ,અગ્નિપથ (સિનેમેટોગ્રાફી) , જબ તક હૈ જાન (ગ્રેટ લોકેશ...