(ત્રીજી પોસ્ટ, ) બૉલીવૂડ સંગીત અને એવું બધું...
બે-એક વર્ષ પહેલા શરૂ કરેલા બ્લોગ અભિયાન " યુવાગીરી " નું માત્ર બે પોસ્ટ પછી બાળમરણ (જેવું) થયેલું. એટલે આ વખતે તો મનમાં ગાંઠ વાળેલી કે ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ સુધી તો પહોચવું જ. પહેલી બે પોસ્ટ પછી એવી હાલત હતી કે જાણે મગજ બહેર મારી ગયું હોય. કોઈ વિચાર જ નહોતા આવતા. પણ પોલો કોએલોએ એલકેમિસ્ટ માં લખ્યું છે તેમ, 'જો કોઈ વસ્તુ ને તમે દિલથી ચાહો તો આખી સૃષ્ટિના પરિબળો તે વસ્તુ મેળવવામાં તમારી મદદે આવી જાય છે' :P, તો આ રહી મારી "ત્રીજી" પોસ્ટ.... આમ તો અત્યારે પણ કઈ ખાસ વિચારો નથી આવતા પણ ત્રણ પોસ્ટનો બાંધી રાખેલો ટારગેટ અચીવ કરવો જરૂરી લાગતો હતો એટલે સમય મળતા જ બેસી ગયો. હમણાં મારા ફોનમાં નેવુંના દસકાનાં ગીતો ચાલે છે ( આ પ્લેલિસ્ટ નું નામ મે "Nervous 90's" રાખ્યું છે.) અને હું તેમને ખૂબ એન્જોય કરી રહ્યો છું. આજનાં ગીતો સાથે સરખામણી કરીએ તો થોડા વરસોમાં લોકોનો ટેસ્ટ ખાસ્સો એવો બદલાયો છે. 90's નાં ગીતોમાં અજબ ચુંબકત્વ છે. આ ગીતોને સાંભળીને ઘણી વખત સપનામાં ખોવાઈ જવાય છે. લગભગ દરેક લોકોએ આ અનુભવ કર્યો જ હશે. રોમેન્ટીક ગીત સાંભળતા સાંભળતા કોઈ સ...