ફિલ્મ હિમ્મતવાલાનું ટ્રેલર અને એવું બધું...


તમન્ના ભાટિયાને રૂબરૂમાં (ઓફકોર્સ સ્ક્રીન પર) જોવા જવાની જે થોડીઘણી ઈચ્છા થઈ હતી તે ફિલ્મનું ટ્રેલર જોયા પછી મરી ગઈ. આખા ટ્રેલર માં અજય દેવગણને અન-રિયાલીસ્ટિક ફાઇટ કરતો બતાવવામાં આવ્યો છે. અને જાણે અધૂરું રહી જતું હોય તેમ છેલ્લા સીનમાં તો આખું ગાડું ઉપાડીને ગુંડાને મારતો બતાવ્યો છે. (કોઈને ગાડાએ ગાડાએ મારવાની ધમકી આપી હોય તો કેવું લાગે !! :P )

જ્યારથી બોલીવુડમાં સાઉથની ફિલ્મોનો ટ્રેન્ડ જોર પર છે ત્યારથી જાણે ક્રીએટિવિટિ મરી પરવારી હોય એવું લાગે છે (જોકે, તાજેતરમાં આવેલી સાઉથ ની ફિલ્મ વિશ્વરૂપમ જેવી ફિલ્મ બનાવતા બોલિવૂડને દશકાઓ લાગી જશે). સલમાન ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર જેવા ઉચ્ચ કક્ષાના કલાકારોએ સાથે મળીને સતત એક જ થીમ બેઝ્ડ ફિલ્મોનો મારો ચલાવ્યો છે. અને આવી ફિલ્મોથી તે આમ જનતાનું દિલ જીતવામાં ખાસ્સા સફળ પણ રહ્યા છે.

જોકે (થોડીક વધારે ) ઇંટેલીજેન્ટ ઓડિયન્સને પણ ક્યારેય ફિલ્મોની ઉણપ નથી થતી. છેલ્લા વર્ષમાં આવેલી ધણી હિટ નીવડેલી ફીલ્મો ક્રિએટિવલી પણ સ્ટ્રોંગ હતી. જેમકે બરફી, તલાશ, કહાની, ગેંગ્સ ઓફ વાસેપુર (1 & 2), ચક્રવ્યૂહ,અગ્નિપથ (સિનેમેટોગ્રાફી) , જબ તક હૈ જાન (ગ્રેટ લોકેશન્સ) , વગેરે....

Note :
અજય દેવગણની કેટલીક ઉમદા ફિલ્મો : ઓમકારા, કંપની, અપહરણ, ગંગાજળ, આક્રોશ, રાજનીતિ, ગોલમાલ(માત્ર પહેલો ભાગ), વન્સ અપોન ..., વગેરે...

Date : March 2, 2013
Place : Rajkot

Comments

Popular posts from this blog

એક છોટી સી ડવ સ્ટોરી...

Ashram Evenings...

વાંચન, પુસ્તક અને એવું બધું...