ઇશ્વરના અસ્તિત્વ વિશે અને એવું બધું....


હમણાં ટ્વિટર પર તસ્લીમા નસરીનના વિચારો જાણીને નાસ્તિક વિચારધારામાં દિલચસ્પી લેતા શીખ્યો છું. આમ તો પહેલેથી કોઈ ઈશ્વરીય શક્તિના અસ્તિત્વ વિષે મનમાં સંદેહ ખરો પરંતુ તસ્લીમા નસરીન જેવા હળાહળ નાસ્તિક બનવાની મારામાં હિમ્મત નથી. હા દરેક વાતને હમેશા તર્કથી તોળવાની ટેવ નાનપણથી જ પડેલી છે.

થોડા દિવસો પહેલા હવેલીમાં દર્શન કરવા ગયો હતો. મોટી સંખ્યામાં લોકો ઠાકોરજીના દર્શન માટે એકઠા થયેલાં. દર્શન ખૂલવાને કદાચ થોડી વાર હશે એટલે પડદો બંધ હતો. જોકે સાચા ભક્ત ને દર્શન કરવા માટે કોઈ કાપડનો પડદો નડતો નથી હોતો તેમ વિચારીને અમે મિત્રોએ પડદા ને જ ઠાકોરજી માનીને પડદાનાં જ દર્શન કરી ત્યાથી 'ચાલતી પકડી'. બહાર નિકળતી વખતે મારા ઉદગાર કઈક આવા હતા, "જો ભગવાન પાસે આપણાં માટે બહુ સમય ન હોય તો આપણે પણ કઈ નવરા નથી...". હું તો ત્યાં સુધી માનું છુ કે મંદિર જવાનો ફાયદો મંદિરની બહાર રહી ને ચપ્પલ ચોરનારને જ સૌથી વધારે થતો હોય છે.

એક વાત મે રૂબરૂ સાંભળી છે કે કોઈ એ મને કહી હશે તેનો ખ્યાલ નથી પણ હા, જ્યારે સેકયુલરિઝમ નો ઉલ્લેખ આવે ત્યારે આ વાત મને અચૂક યાદ આવે છે. (મે રૂબરૂ જ સાંભળી હશે તેમ માનીને આ વાત હું અહી ટપકાવું છું.) એક વખત ટ્રેનમાં મુસાફરી કરતી વેળાએ બે બહેનોને ગપશપ કરતાં સાંભળેલી. એક બહેન બીજીને પોતાના રોજ શિવ મંદિર જવાના નિત્યક્રમ વિશે કહેતી હતી. જવાબ માં બીજી બહેને કહ્યું, 'મારા ઘરથી મંદિર કરતાં દેરાસર વધારે નજીક છે, એટલે રોજ સવારે દેરાસર જઇ આવું છું. છેવટે તો બધા ભગવાન એક જ છે ને...'. સેકયુલરિઝમનું આનાથી સરળ ઉદાહરણ ક્યું હોઇ શકે ?

આ ટોપિક મારા માટે એવેરગ્રીન છે. ભવિષ્યમાં વધુ લખવાની પુરેપુરી ઈચ્છા છે. રાત્રિના 12:51 વાગ્યા છે. તસ્લીમા નસરીનના એક બેમિશાલ ક્વોટથી અંત લાવું...

"દુનિયામાં બધા મળીને હજારો ભગવાન છે. જો તમે એમાથી કોઈ એક ને જ માનો છો તો તમારા અને નાસ્તિક વચ્ચે બહુ વધારે ફરક નથી. અલબત 1 નો જ...."

Comments

Popular posts from this blog

એક છોટી સી ડવ સ્ટોરી...

Me and She