ધર્મની વ્યાખ્યા અને એવું બધુ...
ગાંધીજીનો એક પ્રખ્યાત વિચાર આજે ફરીથી નજર સામે આવી ગયો અને મને આ પોસ્ટ લખવાની પ્રેરણા મળી ગઈ. એ વિચાર કઇંક આવો છે. I like your Christ, I do not like your Christians. Your Christians are so unlike your Christ. ગાંધીજીએ કદાચ આ વાત ખ્રિસ્તીઓને સંબોધીને કહી હતી. અત્યારનાં સમય મુજબ હું આને વધારે વ્યાપક સંદર્ભમાં વિચારું છું. માત્ર ખ્રિસ્તીઓ નહીં , બધા જ ધર્મ માટે આ જ વાત લાગુ પડે છે. સમજવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ. 1) વર્ષમાં ત્રણ વખત અલગ અલગ ધામોની યાત્રા કરનાર ધનિક પરિવારની સ્ત્રીઑને એકલા ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. જે ધર્મ વર્ષે ત્રણ વાર યાત્રા કરવાની ફરજ પાડે છે એ જ ધર્મ સ્ત્રીઓનું શોષણ કરવાની પરવાનગી આપે એવું હું માનતો નથી. 2) દર અઠવાડિયે શનિવાર અને દર મહિને અગિયારસ રાખનાર વ્યક્તિ ક્રિકેટ મેચમાં સટ્ટો રમે છે. સટ્ટામાં જીતવા માટે માનતા માને છે. હવે જે ધર્મ નીતિમત્તા , પ્રમાણિક્તા અને સત્યનિષ્ઠાનાં પાઠ ભણાવે છે એ જ ધર્મ સટ્ટો રમવાની પરવાનગી પણ આપે એવો વિરોધાભાસ શા માટે ? 3) દીકરા લગ્ન વખતે દરેક મુહૂર્ત સાચવવાંની કાળજી લેનાર વડી...